૨૧ મી સદીમાં વિકસિત દેશોના શિક્ષણ પ્રત્યેના અભ્યાસ પરથી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે બાળકોમાં માધ્યમિક શિક્ષણ નૂતનયુગના પરિપ્રેક્ષ્યમાં સર્વગ્રાહી શિક્ષણ આપવું જોઇએ. એ માટે સર્વગ્રાહી કેળવણીમાં બાળકમાં શારીરિક, માનસિક, સામાજીક, વ્યાવસાયિક, પર્યાવરણિક વિકાસ સાધવાનું શક્ય બને એ માટે જુદા - જુદા શૈક્ષણિક વિષયો સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, મૂલ્યાંક્ન પધ્ધતિઓ અને તેના શિક્ષણ અને પરિક્ષણની મુખ્ય જવાબદારી શિક્ષકો પર જ છે.
શાળામાં વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાનલક્ષી શિક્ષણ ન આપતાં વિવિધ મૂલ્યોનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ અને પ્રયોગો કરવામાં આવે છે. જેમાં સામૂહિક શાળા સફાઇ, રિસેસ દરમ્યાન વીજ બચતની પ્રવૃત્તિ, બાગકામ, ટ્રેકીંગનો પ્રવાસ જેથી સાહસિકતા વિકસે, સ્વયંશિસ્ત માટેના પ્રયત્નો, ખોવાયેલ વસ્તુ પરત આપનારને પ્રોત્સાહન આપવામાં આવે છે. કોઇ સામાજીક પ્રવૃત્તિ કે શાળાને મદદરૂપ થાય તેવી પ્રવૃત્તિ માટે ઇનામ, રક્તપિત્તના દર્દીઓ માટે ફાળો, ગંભીર બિમારી માટે વિદ્યાર્થીઓ દ્વારા ફાળો, અનાથ બાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને રક્ષાબંધન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, સત્ય, સાહસિકતા, મદદરૂપ થવાની ભાવના, પરિશ્રમ, ઇમાનદારી જેવા ગુણો વિકસે તેવા પ્રયત્નો શાળા દ્વારા કરવામાં આવે છે.
શાળામાં BISAG ના પ્રોગ્રામ માટે ડિશ અને મલ્ટીમિડીયા રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. BISAG દ્વારા પ્રસારિત થતા ધો.૯ થી ધો.૧૨ ના તમામ શૈક્ષણિક કાર્યક્રમો ટાઇમટેબલ મુજબ વર્ગવાર વિદ્યાર્થીઓને બતાવવામાં આવે છે. ઉપરાંત પ્રાયોગિક માટેના કાર્યક્રમો પણ બતાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકનું માર્ગદર્શન પણ હોય છે.
શાળાના શિક્ષકોમાં શ્રી મુકેશ મેરાઇ તથા શ્રી પ્રતાપસિંહ બારસડિયા દ્વારા બાયસેગ સ્ટુડિઓ, ગાંધીનગર દ્વારા ધો.-૯ અને ૧૦ ના ગણિત અને વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના કાર્યક્રમોનું લાઇવ પ્રસારણ પણ થયું હતું અને શાળાના વિદ્યાર્થીઓને આ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યુ હતું. આ ઉપરાંત વિવિધ પ્રવૃત્તિલક્ષી કાર્યક્રમો જે GIET/BISAG દ્વારા પ્રસારિત થાય છે તેનાથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ વાંચન કરતા જોયેલું અને સાંભળેલું સરળતાથી યાદ રાખી શકે. આ હેતુસર અમારી શાળામાં મલ્ટીમિડિયા પ્રોજેક્ટર, કમ્પ્યુટર લેબ જેવા દ્રશ્ય શ્રાવ્ય સાધનો ઉપલબ્ધ છે. ધોરણ- ૯ અને ધોરણ- ૧૦ ના દરેક વર્ગના વિદ્યાર્થીઓને મલ્ટીમિડિયા ટાઇમ ટેબલ પ્રમાણે અઠવાડિયામાં બે પિરિયડ ફાળવવામાં આવેલ છે. તેના દ્વારા વિદ્યાર્થીઓ વર્ગમાં પૂર્ણ થયેલ અભ્યાસક્રમનું મલ્ટીમિડિયા પ્રોગ્રામ દ્વારા ફરીથી તેનું પુનરાવર્તન કરી શકે છે. જેથી વિદ્યાર્થીઓને વર્ગથી અલગ વાતાવરણ તેમજ દરેક વિષયમાં કોઇપણ મુદ્દા પર પૂરતી સમજ મળી શકે. તે માટે શિક્ષકોને પ્રશ્ર્ન પૂછી ફરીથી સમજી શકે.
v વિદ્યાર્થીઓ પુસ્તકમાં આવતા અઘરા શબ્દો સમજી શકે અને સરળતાથી યાદ રાખી શકે
v સામાજીક વિજ્ઞાનમાં પાઠ આવતા જુદા જુદા અવશેષો અંગે માહિતિ મેળવી શકે.
v વિદ્યાર્થીમાં ધ્યાનકેન્દ્રિત શકિત, શ્રવણ શકિત, વિચારશકિતનો વિકાસ થઇ શકે.
v વિદ્યાર્થીને અઘરા લાગતા વિષયો વિજ્ઞાન, ગણિત, અંગ્રેજીમાં રસ રૂચિ લેતા થઇ શકે.
ઉપરોક્ત હેતુઓ દ્રશ્ય-શ્રાવ્ય સાધનો દ્વારા અમારી શાળામાં પાર પાડવામાં આવે છે.
અમારી શાળા સુરત શહેરના પછાત વિસ્તાર અમરોલીમાં આવેલી હોવા છતાં શાળાના શિક્ષકોના અવિરત પ્રયાસના ફલસ્વરૂપ શાળાનું પરિણામ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. રમતગમતક્ષેત્રે તેમજ વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે શાળાએ સમગ્ર ગુજરાતમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ થઇ છે. શાળાએ જિલ્લા અને મહાનગરમાં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે.
-- આચાર્યશ્રી પ્રતાપસિંહ કે. બારસડિયા